Skip to main content
Settings Settings for Dark

પિંક બૉલ ટેસ્ટમાં બીજા દિવસના અંતે ભારતની મજબૂત સ્થિતિ

Live TV

X
  • પિંક બૉલ ટેસ્ટમાં બીજા દિવસની અંતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મજબૂત સ્થિતિમાં છે. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પિંક બૉલ ટેસ્ટમાં બીજા દિસની રમતના અંતે ભારતે 5 વિકેટ ગુમાવી 276 રન કર્યા હતા. ભારત તરફથી સ્મ્રિતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી હતી. સ્મ્રિતિ મંધાના ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. સ્મ્રિતિએ 127 રન કર્યા હતા જેમાં 22 ફોર અને 1 સિક્સ સામેલ છે. આજે બીજા દિવસે પણ ખરાબ વર્તમાનના કારણે મેચમાં વિઘ્ન પડયો હતો. બે દિવસની રમત છતા પણ ફક્ત 101 ઓવરની રમત શક્ય થઇ છે. હવે મેચમાં બે દિવસ બાકી છે. ઓસ્ટ્રેલિયા તરફથી સોફિ મેલિન્યૂએ 2 વિકેટ ઝડપી હતી. 

    પ્રથમ દિવસના અંતે ભારતે એક વિકેટ ગુમાવી 132 રન કર્યા હતા. પ્રથમ દિવસે વરસાદના લીધે ફક્ત 44 ઓવરની રમત શક્ય થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી મેઘના સિંઘ અને યસ્તિકા ભાટિયાએ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી તો ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ખેલાડી ડાર્સી બ્રાઉન, સ્ટેલા કેમ્પબેલ, એનાબેલ સુથરલેન્ડ અને જ્યોર્જિયા વારેહેમે તેમના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ પ્રથમ પિંક બૉલ ટેસ્ટ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply