એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ ટીમને કાંસ્ય પદક
Live TV
-
એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ વખત પદક જીત્યો હતો. ભારતીય પુરુષ ટીમે કાંસ્ય પદક જીત્યો હતો તો ભારતીય મહિલા ટીમ પાંચમાં સ્થાને રહી હતી. ભારતીય પુરુષ ટીમે 30 સપ્ટેમ્બરના રોજ ઇરાનને 3-1 થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે ભારતની 3-0 થી હાર થઇ હતી. ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી કાંસ્ય પદક સુનિશ્ચિત કર્યો હતો. ભારતીય મહિલા ટીમે થાઇલેન્ડને 3-1 થી હરાવી પાંચમો સ્થાન મેળવ્યો હતો.
