Skip to main content
Settings Settings for Dark

પી.વી.સિંધુએ જીત્યો સિંગાપુર ઓપન બેડમિન્ટનનો મહિલા સિંગલ્સનો પુરસ્કાર

Live TV

X
  • ભારતની પી.વી.સિંધુએ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ હાંસલ કર્યો છે. સિંધુએ ચીનની વાંગ ઝી યીને 21-9, 11-21, 21-15 થી પરાજય આપ્યો છે. 

    આ પહેલા સિંધુએ કોરિયા ઓપન અને સ્વિસ ઓપનના ખિતાબો મેળવ્યા છે. પી.વી. સિંધુએ આ વર્ષે ત્રીજીવાર ખિતાબ મેળવ્યો છે. ગઈકાલે સિંધુએ સેમિફાઇનલમાં જાપાનની સાઈના કાવાકામીને  21-15, 21-7 હાર આપી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુને પોતાના પ્રથમ સિંગાપુર ઓપન ખિતાબ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. એક ટ્વિટ સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંધુએ પુનઃ એકવાર પોતાની અસાધારણ ખેલ પ્રતિભાનું પ્રદર્શન કરી સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે દેશ માટે આ ગૌરવની બાબત છે. અને આ જીતથી નવોદિત ખેલાડીઓને પ્રેરણા મળશે.

    યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે પી.વી. સિંધુને શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે પી.વી.સિંધુએ 2022માં આ ત્રીજી વાર સૌથી મોટો પુરસ્કાર જીત્યો છે. સિંધુ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે.  

    આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પી.વી.સિંધુને સિંગાપુર ઓપન 2022 નો ખિતાબ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે સિંધુની જીત પર રાજ્ય અને દેશને ગૌરવ છે. રેડ્ડીએ સિંધુની જીતનો સિલસિલો ભવિષ્યમાં પણ ચાલતો રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply