સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં પી.વી.સિંધુનો જાપાનની સાયના કાવાકામી સામે વિજય, ફાયનલમાં પ્રવેશ
Live TV
-
સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં પી.વી.સિંધુ જાપનની સાઇના કાવાકામીને હરાવી ફાયનલમાં પ્રવેશી છે. સેમી ફાયનલમાં સિંધુએ જાપનની ખેલાડીને ર૧-૧પ, ર૧-૭ થી પરાજય આપી ફાયનલમાં પ્રવેશ કર્યો છે.
સાઇના નેહવાલ અને એચ.એસ. પ્રણય ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છે. મેન્સ ડબલ્સમાં અર્જુન એમ.આર અને ધ્રુવ કપિલાની જોડીનો ઇન્ડોનેશિયાની જોડી સામે 21-10, 8-21, 17-21 થી પરાજય થયો હતો.
