Skip to main content
Settings Settings for Dark

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમની પસંદગી માટે બેંગલુરુમાં કાલથી ટ્રાયલ શરુ થશે

Live TV

X
  • ટોક્યો ઓલિમ્પિકની ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય પુરુષ હોકી ટીમ હવે પેરિસ ઓલિમ્પિક માટે મજબૂત દાવેદારી કરશે. આ માટે સોમવારથી બેંગલુરુમાં ભારતીય હોકી ટીમના ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ થશે. 

    આગામી પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય પુરૂષ હોકી ટીમની પસંદગી કરવામાં આવશે. આ ટીમની પસંદગી હોકી ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ડૉ. આર.પી. સિંહની હાજરીમાં કરવામાં આવશે. ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી અને યુપી હોકીના સચિવ ડૉ. આર.પી. સિંહ ઉત્તર પ્રદેશના રમત-ગમત નિર્દેશક પણ છે. મુખ્ય પસંદગીકાર ડૉ. આર.પી. સિંહ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં હોકી ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ પણ કરશે, જેમના કાર્યકાળ દરમિયાન ભારતીય હોકી ટીમનું પ્રદર્શન સતત સુધારના માર્ગે છે.

    છેલ્લા એક વર્ષમાં પુરૂષ અને મહિલા બંને ભારતીય ટીમોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સારૂ પ્રદર્શન કર્યું છે. જેમાં એશિયન ગેમ્સ અને એશિયન હોકી ચેમ્પિયનશિપમાં પુરૂષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મહિલા ટીમ એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ટોપ પર રહી હતી. આ સાથે જુનિયર એશિયા કપમાં છોકરાઓ અને છોકરીઓની ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

    ભારતીય પુરૂષ હોકી ટીમને પેરિસ ઓલિમ્પિક-2024 માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમની સાથે પૂલ બીમાં રાખવામાં આવી છે. જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ પણ પૂલ બીમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply