Skip to main content
Settings Settings for Dark

પ્રિયાંશુ રાજાવત બન્યો 'સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટ'નો વિજેતા

Live TV

X
  • તેણે 68 મિનિટમાં વિશ્વના 49 નંબરના ખેલાડી જોહાન્સનને 21-15 19-21 21-16માં હરાવીને તેની કારકિર્દીનું સૌથી મોટું ટાઈટલ જીત્યું હતું

    ફ્રાન્સમાં ઓર્લિયન્સ માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની સ્ટાર શટલર સાયના નેહવાલ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. જોકે ભારતના યુવા શટલર પ્રિયાંશુ રાજાવતે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજાવતે આ ટૂર્નામેન્ટના ટોચના ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો છે.

    ભારતના પ્રિયાંશુ રાજાવતે રવિવારે રોમાંચક ફાઇનલમાં ડેનમાર્કના મેગ્નસ જોહાન્સનને ત્રણ ગેમમાં હરાવીને ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. તેણે ઓર્લિયન્સ માસ્ટર્સ 2023 સુપરની ફાઇનલમાં ડેનમાર્કના મેગ્નસ જોહાન્સન સામે 21-15, 19-21, 21-16થી જીત નોંધાવી હતી. ફ્રાન્સમાં રવિવારે 300 બેડમિન્ટન ટુર્નામેન્ટ મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું છે. 

    મધ્યપ્રદેશના 21 વર્ષીય પ્રિયાંશુ જે થોમસ કપ 2022નો ખિતાબ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તેણે 68 મિનિટમાં વિશ્વના 49 નંબરના ખેલાડી જોહાન્સનને 21-15 19-21 21-16માં હરાવીને તેની કારકિર્દીનું સૌથી મોટું ટાઈટલ જીત્યું હતું. આ પહેલા આનંદ પવાર એકમાત્ર ભારતીય બેડમિન્ટન ખેલાડી હતો જેણે ઓર્લિયન્સમાં કોઈપણ શ્રેણી જીતી હોય. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply