Skip to main content
Settings Settings for Dark

IPLમાં ગુજરાતની જીતની બાજી હારમાં પલટી

Live TV

X
  • કોલકતાનો 3 વિકેટે વિજય

     IPL 2023માં ગુજરાત ટાઈટન્સની જીતની બાજી હારમાં પલટી હતી. કોલકાત તરફથી રિંકુ સિંઘે તોફાની બેટીંગ કરી 20 બોલમાં 6 સિક્સ, 1 ફોર સાથે 48 રન ફટકાર્યા કોલકાતને મોટી જીત અપાવી હતી. ગુજરાતની ટીમ તરફથી બોલર યસ દયાલ ખુહ જુડાયો હતો. તેણે 4 ઓવરમાં 69 રન આપ્યા હતા. અ અગાઉ ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 205 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, જોકે કોલકતાની ટીમ ટાર્ગેટ ચેજ કરવામાં સફળ રહી હતી.

    રિંકુ સિંઘે છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી

    મેચની છેલ્લી ઓવરમાં યસ દયાલની બોલીંગમાં પ્રથમ બોલરમાં એક રન આવ્યો હતો. જ્યારે છેલ્લા 5 બોલમાં 5 સિક્સ ફટકારી રિંકુ યાદવે કોલકતાને જીત અપાવી હતી.

    વેંકટેશ્વર ઐયરે ફટકાર્યા 83 રન

    કોલકતા ટીમની શરૂઆત ખુબ સારી રહી હતી. ત્યારબાદ કોલકતાની ઉપરા ઉપરી વિકેટો પડતા કોલકતા હાર તરફ જઈ રહ્યું હતું. જોકે રિંકુએ ધમાકેદાર બેટીંગ કરી કોલકતાને વિજય અપાવ્યો હતો. આ મેચમાં રિંકુ સિંઘે તોફાની બેટીંગ કરી 20 બોલમાં 6 સિક્સ, 1 ફોર સાથે 48 રન ફટકાર્યા હતા. તો વેંકટેશ્વર ઐયરે 40 બોલમાં 5 સિક્સ 8 ફોર સાથે 83 રન ફટકાર્યા હતા તો તેને સાથ આપનાર નિતિશ રાણાએ 29 બોલમાં 3 સિક્સ અને 4 ફોર સાથે 45 રન ફટકાર્યા હતા. 

    રશિદ ખાને લીધી ત્રણ વિકેટ

    ગુજરાતની ટીમ તરફથી રશીદ ખાને ધમાકેદાર બોલીંગ કરી 4 ઓવરમાં 37 રન આપી 3 વિકેટ લીધી હતી. તો અલ્ઝારી જોસેફે 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ, જ્યારે મહંમદ શામી અને જોશ લીટલીએ 1-1 વિકેટ લીધી હતી. 

    ગુજરાતે ચાર વિકેટે 204 રન બનાવ્યા

    પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 205 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. ગુજરાતે ચાર વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply