Skip to main content
Settings Settings for Dark

ફરી એકવાર ખરાબ રીતે કોલકત્તાએ મુંબઈને IPL 2024 માં ખરાબ રીત હરાવ્યું

Live TV

X
  • કોલકત્તાએ 16 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા

    10 વર્ષથી IPL ચેમ્પિયન બનવાનું સપનું જોઈ રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સે આ દિશામાં વધુ એક પગલું ભર્યું છે. શ્રેયસ અય્યરની કપ્તાનીથી કોલકાતા આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. કોલકત્તાએ મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું હતું. આ રીતે સિઝનમાં 9 મી જીત સાથે કોલકાતાએ પ્લેઓફની ટિકિટ પણ કન્ફર્મ કરી લીધી છે. તે જ સમયે, ટૂર્નામેન્ટમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી મુંબઈની સિઝન મજબૂત નોંધ પર સમાપ્ત થવાની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું હતું.

    ઈડન ગાર્ડનમાં વરસાદને કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી. બરાબર બે અને ક્વાર્ટર કલાકના વિલંબ પછી મેચ શરૂ થઈ અને તેને ઘટાડીને 16 ઓવર કરવામાં આવી. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને કેટલીક ટૂંકી પરંતુ શક્તિશાળી ઇનિંગ્સની મદદથી 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા. તો તેના જવાબમાં મુંબઈ 139 રન જ બનાવી શક્યું હતું. 

    કોલકાતાની શરૂઆત સારી રહી ન હતી અને 7 બોલમાં બંને ઓપનર ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ પાંચમી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. અહીંથી વેંકટેશ અય્યર (42) અને નીતિશ રાણા (33) એ ભાગીદારી નોંધાવી હતી. બંનેએ સાથે મળીને ઝડપથી 37 રન બનાવ્યા હતા. ઐયરના આઉટ થયા બાદ નીતિશે આન્દ્રે રસેલ (24) સાથે 39 રનની ભાગીદારી કરી હતી. અંતમાં રમનદીપ સિંહ (17) અને રિંકુ સિંહ (20)એ ઝડપથી રન બનાવ્યા અને ટીમને 157 રન સુધી પહોંચાડી દીધી. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ અને પીયૂષ ચાવલાએ 2-2 વિકેટ લીધી હતી.

    જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ઝડપી શરૂઆત કરી હતી અને માત્ર 5 ઓવરમાં 59 રન બનાવી લીધા હતા. ઇશાન કિશને સુનીલ નારાયણ સહિત KKR ના દરેક બોલરને નિશાન બનાવ્યો અને ઝડપી બેટિંગ કરી. જોકે બીજી બાજુથી રોહિત શર્મા (19 રન, 24 બોલ) ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં નરેને ઈશાન (40)ની વિકેટ પડી અને અહીંથી કોલકાતાએ વાપસી કરી. આ પછી મુંબઈએ લગભગ દરેક ઓવરમાં વિકેટ ગુમાવી. રોહિત, સૂર્યકુમાર યાદવ (11), કેપ્ટન હાર્દિક પંડ્યા (2), ટિમ ડેવિડ (0) અને નેહલ વાધેરા (3) ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતા. KKR તરફથી વરુણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ અને હર્ષિતે 2-2 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply