Skip to main content
Settings Settings for Dark

IPL-2024: ચેન્નઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું, પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ચેન્નાઈ

Live TV

X
  • ચેન્નાઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2024ની 61મી મેચ રમાઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવીને પ્લેઑફની પોતાની આશા વધુ મજબૂત કરી છે. ચેન્નાઈની ટીમ આ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નઈના 13 મેચ બાદ 14 પોઈન્ટ છે.

    ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા અને ચેન્નઈને 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નઈએ 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. CSK તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે સિમરજીત સિંહે 3 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

    રાજસ્થાનને હરાવીને ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમના 13 મેચમાં 7 જીત અને 6 હાર સાથે 14 પોઈન્ટ છે. બીજી તરફ રાજસ્થાન હાર છતાં બીજા સ્થાને છે. ટીમના 12 મેચમાં 8 જીત અને 4 હારથી 16 પોઈન્ટ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply