ફિફા વિશ્વકપ – 2022માં ભારતનું પ્રતિનિધત્વ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યુ
Live TV
-
વિશ્વ ફૂટબોલ કપ 2022નો આજથી શુભારંભ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન કતારમાં કરવામાં આવી રહ્યું છે. આજે કતારના અલ-બાયદ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદ્ધાટન સમારોહ યોજાશે. જ્યાં 8 સ્ટેડિયમમાં વર્લ્ડ કપની કુલ 64 મેચો રમાશે. આ વર્લ્ડ કપ 29 દિવસ સુધી રમાશે. જેમાં કુલ 32 ટીમો ભાગ લેશે. પ્રથમ મેચ કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાશે. ફિફા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધત્વ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યુ હતુ.
