આજે વિશ્વ ફૂટબોલ કપ-2022માં ઈંગ્લેન્ડ ઈરાન સામે ટકરાશે, સેનેગલ નેધરલેન્ડ સામે ટકરાશે
Live TV
-
પ્રથમ મેચ કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાયો હતો, જેમાં ઈક્વાડોરએ પહેલી જીત નોંધાવી હતી
વિશ્વ ફૂટબોલ કપ-2022નો આજથી શુભારંભ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન કતારમાં થયુ છે. કાલે કતારના અલ-બાયદ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. જેમ ભારતમાં ક્રિકેટની ઉજવણી થઈ છે તેવી રીતે આખ વિશ્વમાં ફૂટબોલ જોવાય છે. વિશ્વમાં આશરે 5 અબજ દર્શકો ફિફા વર્લ્ડ-કપ જોવાનું પસંદ કરે છે. જે ગ્રહની વસ્તીના લગભગ બે તૃતીયાંશ છે.
કતારના 8 સ્ટેડિયમમાં વર્લ્ડ કપની કુલ 64 મેચો રમાશે. આ વર્લ્ડ કપ 29 દિવસ સુધી રમાશે. જેમાં કુલ 32 ટીમો ભાગ લેશે. પ્રથમ મેચ કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાયો હતો, જેમાં ઈક્વાડોરએ પહેલી જીત નોંધાવી હતી. આજે ઈંગ્લેન્ડ ઈરાન સામે ટકરાશે, સેનેગલ નેધરલેન્ડ સામે ટકરાશે.
