ફેંચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પુરુષોની ટીમ બીજા રાઉન્ટમાં પહોંચી
Live TV
-
આજે ફ્રેંચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પીવી સિંધુ સહિત 11 ભારતીય ખેલાડીઓ સામેલ થશે
ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મલેશિયાના ખેલાડીઓને હરાવીને પુરુષોની ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. વિશ્વની નંબર વન પુરુષ ડબલ્સની જોડીએ મલેશિયાની જોડીને 21-13, 24-22 થી હાર આપી હતી. તો મહિલા ડબલ્સ કેટેગરીમાં, ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે બીજા રાઉન્ડમાં દેશબંધુ અશ્વિની પોનપ્પા અને તનિષા કાસ્ટ્રોને હરાવી હતી. આ વર્ષમાં બીજા નંબરની ફ્રેન્ચ ઓપન 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સહિત અગિયાર ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેની આજથી શરૂઆત થશે. આ સ્પર્ધામાં પી. વી. સિંધુ મહિલા સિંગલ્સ પ્રારંભિક તબક્કામાં કેનેડાની મિશેલ લી સામે ટકરાશે.
