બાર્બાડોસના વાતાવરણમાં એકસાથે આવ્યો પલટો, વાવાઝોડા સાથે ચક્રવાત તૂફાનનું આગમન
Live TV
-
આ વાવાઝોડાને કેટેગરી 4 નું આંકવામાં આવી રહ્યું
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ હવે ભારત પરત ફરવા માટે ઉત્સુક છે. પરંતુ વાવાઝોડા અને ચક્રવાતને કારણે હરિકેન બેરીલે નામના તૂફાને બાર્બાડોસમાં ભારે તબાહી મચાવી છે. જેના કારણે બાર્બાડોસમાં ભારતીય ક્રિકેટ ટીમ ફસાઈ છે. તો બીજી તરફ ભારે પવન હોવાને લઈને બાર્બાડોસમાંથી તમામ હવાઈ મુસાફરી પર રોક લગાવવામાં આવી છે.
આ વાવાઝોડાને કેટેગરી 4 નું આંકવામાં આવી રહ્યું
ત્યારે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાં આવેલી હોટેલ હિલ્ટનમાં દિવસો પસાર કરી રહી છે. તો હવે આજરોજ એવું થઈ શકે છે કે, ભારતીય ક્રિકેટ ટીમને વિશેષ વિમાનના માધ્યમથી નવી દિલ્હી સુધી લઈ આવવામાં આવશે. જોકે 29 જૂનના રોજ ભારતીય ક્રિકેટએ T-20 વર્લ્ડ કપ પર વિજય મેળવ્યા બાદ તેઓ 1 જુલાઈના રોજ વહેલી સાવારે ભારત આવવાના હતા. પરંતુ બાર્બાડોસમાં આવેલા વાતાવરણ પલટોના લીધે આ શક્ય બન્યું નહીં.
તમામ લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે
જોકો બાર્બાડોસમાં આવેલું વાવાઝોડું હરિકેન બેરીલ તરીકે ઓળવવામાં આવે છે. તો હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને કેટેગરી 4 નું આંકવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આ વાવાઝોડું બાર્બાડોસથી દૂર એટલાન્ટિક મહાસાગરમાં ઉદ્દભવ્યું હતું. ત્યારે આજરોજ બપોર સુધીમાં વાતાવરણમાં કટોકટીની પરિસ્થિતિમાં સુધારો આવે તેવી સંભાવના છે. હરિકેન બેરીલ બાદ બાર્બાડોસના વડાપ્રધાન મિયા મોટલીએ તમામ લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે.