Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એકમાત્ર ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું

Live TV

X
  • શેફાલી 24 રને અને શુભા 13 રને અણનમ રહી હતી. મેચમાં 10 વિકેટ લેનાર સ્નેહ રાણાને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી

    આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા શેફાલી વર્મા (205)ની બેવડી સદી અને સ્મૃતિ મંધાના (149)ની શાનદાર સદીની મદદથી 6 વિકેટે 603 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં 266 રન બનાવ્યા હતા, જે બાદ ભારતીય ટીમે તેને ફોલોઓન આપ્યું હતું. બીજી ઈનિંગમાં આફ્રિકાની ટીમ 373 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 37 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    37 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ભારતની નવી ઓપનિંગ જોડી શફાલી વર્મા અને શુભા સતીશ મેદાનમાં ઉતરી હતી. આ બંનેએ સરળતાથી ભારતને 9.2 ઓવરમાં 10 વિકેટે કોઈ પણ નુકશાન વિના જીત અપાવી હતી.

    શેફાલી 24 રને અને શુભા 13 રને અણનમ રહી હતી. મેચમાં 10 વિકેટ લેનાર સ્નેહ રાણાને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

    દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 373 રન બનાવ્યા, કેપ્ટન લૌરા વોલ્વાર્ડ અને સુને લુસે સદી ફટકારી.

    આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ફોલોઓન રમતા બીજા દાવમાં 373 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે, વોલવર્ટ અને સુને લુસે શાનદાર સદી ફટકારી, અનુક્રમે 122 અને 109 રન બનાવ્યા. આ બે સિવાય નાદિન ડી ક્લાર્કે શાનદાર અડધી સદી ફટકારી હતી અને 61 રન બનાવ્યા હતા.

    ભારત તરફથી સ્નેહ રાણા, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 અને પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 1-1 વિકેટ લીધી હતી.

    સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ 266 રન પર સમેટાઈ ગયો, ભારતે ફોલોઅપ કર્યું

    ભારતના પ્રથમ દાવના 603 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં 266 રન બનાવ્યા હતા, ત્યારબાદ ભારતે આફ્રિકાને ફોલોઓન આપ્યું હતું. સાઉથ આફ્રિકા માટે સુને લુસ (65) અને મેરિજેન કેપે (74) શાનદાર અડધી સદી ફટકારી હતી. આ બે સિવાય નાદીન ડી ક્લાર્ક અને એનેકે બોશે 39-39 રનની ઇનિંગ્સ રમી હતી.

    ભારત તરફથી સ્નેહ રાણાએ 8 અને દીપ્તિ શર્માએ 2 વિકેટ ઝડપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
apply