Skip to main content
Settings Settings for Dark

બીજી ટેસ્ટમાં ભારતની જોરદાર વાપસી, 244 રનની લીડ મેળવી

Live TV

X
  • ભારતે બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરી અને 578 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 89.3 ઓવરમાં ફક્ત 407 રન જ બનાવી શકી. ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવ્યા બાદ ભારતે 64 રન બનાવ્યા છે.

    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 244 રનથી આગળ છે. શુક્રવારની રમતના અંત સુધીમાં, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં એક વિકેટે 64 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 28 અને કરુણ નાયર 7 રન બનાવીને અણનમ રહ્યા. યશસ્વી જયસ્વાલ 28 રન બનાવીને આઉટ થયો.

    એજબેસ્ટન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અહીં ભારતીય ટીમને પહેલી ઇનિંગમાં 180 રનની લીડ મળી હતી. 77/3 ના સ્કોરથી દિવસની શરૂઆત કરનારી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ સેશનમાં 84 રનના સ્કોર પર જો રૂટ (22 રન) અને બેન સ્ટોક્સ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હેરી બ્રુક (158 રન) અને જેમી સ્મિથ (184 રન અણનમ) એ છઠ્ઠી વિકેટ માટે 303 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડને વાપસી કરાવી.

    છેલ્લા સેશનમાં બ્રુક આઉટ થયા પછી, ઇંગ્લિશ ટીમને ઓલઆઉટ થવામાં વધુ સમય લાગ્યો નહીં. ટીમે 20 રનના સ્કોરમાં છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી. મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી, જ્યારે આકાશ દીપે 4 વિકેટ લીધી. મેચના બીજા દિવસે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 587 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન શુભમન ગિલે 269 રન નોંધાવ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply