મહિલા ટી20 સીરીઝ: ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને પાંચ રનથી હરાવ્યું
Live TV
-
મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના ઓવલમાં પાંચ મેચની T20 સીરીઝની ત્રીજી મેચમાં ભારતને પાંચ રનથી હરાવ્યું. ઇંગ્લેન્ડના 172 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 166 રન જ બનાવી શકી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 56 રન નોંધાવ્યા. જ્યારે અરુંધતી રેડ્ડી અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની સોફિયા ડંકલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી. આ હાર છતાં ભારતીય ટીમ સીરીઝમાં બે-એકથી આગળ છે.
