બુમરાહ કમરમાં ફ્રેક્ચરના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
Live TV
-
બુમરાહના સ્થાને ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો
દક્ષિણ આફ્રિકા સામે 2 ઓક્ટોબરથી શરુ થનાર ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને એક ઝટકો લાગ્યો છે.ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કમરમાં ફ્રેક્ચર થયું છે જેના પગલે તેને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે તેના સ્થાને ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે.બુમરાહના લોઅર બ્રેકમાં ફ્રેક્ચર થયું છે. કયા કારણોસર ફ્રેક્ચર થયું તેનું કારણ બહાર આવ્યું નથી. જોકે સામાન્ય રીતે આવી ઇજા વધારે પડતી બોલિંગના કારણે થાય છે. બુમરાહ દક્ષિણ આફ્રિકામાં પોતાનું ડેબ્યૂ કરવાથી લઈને અત્યાર સુધી ઇજાના કારણે ત્રણ ટેસ્ટ મેચ રમ્યો નથી. 15માંથી 12 ટેસ્ટરમનાર બુમરાહે કુલ 451.5 ઓવરની બોલિંગ કરી છે.