બેંગ્લોર ખાતે આજે ભારત-શ્રીલંકા વચ્ચે રમાશે પિંક બોલ ટેસ્ટ
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ મોહાલી ખાતે રમાઈ હતી. જેમાં શ્રીલંકાની ભારત સામે હાર થતા હાલ શ્રેણીમાં ભારત 1-0 થી આગળ છે. ત્યારે આ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ આજે બેંગ્લોરમાં રમાશે. તેવામાં રસપ્રદ વાત એ છે કે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત આ મેચ ડે-નાઈટ રહેશે. પ્રથમ મેચ જીત્યા પછી આજની આ પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમનો લક્ષ્ય સિરીઝ જીતવાથી લઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં જંપ કરવાનો રહેશે, જ્યારે શ્રીલંકા આ ટેસ્ટ જીતીને શ્રેણીને સરભર કરવાનો પ્રયાસ કરશે.
