ભારતનો 73મો ગ્રાન્ડમાસ્ટર બન્યો 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ
Live TV
-
ભારતનાં 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ દેશના 73માં ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. રવિવારે ઇટલીમાં યોજાયેલી Vergani Cup Open સ્પર્ધામાં ભરતે ત્રીજું અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર માપદંડ (GM norm) હાંસલ કર્યું. ચેન્નાઈનાં ભરતે ચાર અન્ય રાઉન્ડ સાથે નવ રાઉન્ડથી 6.5 પોઈન્ટ મેળવ્યા. તે કેટોલિકામાં આયોજિત કાર્યક્રમમાં સાતમા સ્થાન પર રહ્યો. સાથી ભારતીય ખેલાડી એમ આર લલિત બાબૂ સાત પોઈન્ટ સાથે ટુર્નામેન્ટનો વિજેતા બન્યો હતો. લલિત બાબૂએ ટોપ રેન્કર્સ એન્ટોન કોરોબોવ સહિત ત્રણ અન્ય લોકો સાથે બરાબરી કર્યા બાદ વધુ સારા ટાઈ-બ્રેક સ્કોરનાં આધારે ટાઈટલ મેળવ્યું હતું.
GM બનવા માટે એક ખેલાડીએ ત્રણ જીએમ માપદંડો (GM Norms)ને સુરક્ષિત કરવાના હોય છે અને 2,500 એલો પોઈન્ટસની લાઈવ રેટિંગ પાર કરવાની હોય છે. ભરતનાં કોચ એમ શ્યામ સુંદર જે પોતે ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ મેળવી ચૂક્યા છે, તેમણે ભરત સુબ્રમણ્યમને અભિનંદન આપતા એક ટ્વિટ કરી કે, ભારતના લેટેસ્ટ જીએમ બનવા માટે ભરતને અભિનંદન. આવો આ નવા વર્ષે નવા લક્ષ્યો પર ધ્યાન આપીએ.
ભરત સુબ્રમણ્યમ 2019માં 11 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયો હતો. સંકલ્પ ગુપ્તાના 71મા જીએમ બન્યાના બે દિવસ બાદ ગયા વર્ષે નવેમ્બરમાં કોલકાતાના મિત્રભા ગુહાએ 72 માં ગ્રાન્ડ માસ્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું.
