ભારતીય કુશ્તીબાજ અંતિમ પંધાલે એશિયા કુશ્તી સ્પર્ધા 2023માં જીત્યો રજત ચંદ્રક
Live TV
-
ભારતીય કુશ્તીબાજ અંતિમ પંધાલે એશિયા કુશ્તી સ્પર્ધા 2023માં રજત ચંદ્રક જીત્યો છે. ગઇકાલે કઝાખસ્તાનના અસ્તાનામાં રમાયેલી 53 કિલો વજન વર્ગ શ્રેણીની ફાઇનલમાં જાપાનના અકારી ફુજીનામીએ પંધાલને પ્રથમ રાઉન્ડમાં જ 4 – 0થી હરાવતા પંધાલને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો છે. અન્ય ચાર કુશ્તીબાજો જેમાં અંશુ મલિક, સોનમ મલીક, મનીષા અને રીતીકાએ પોતપોતાની શ્રેણીમાં કાંસ્ય ચંદ્રકો જીત્યો છે.
કઝાકસ્તાનના અસ્તાના ખાતે યોજાયેલી એશિયન કુસ્તી ચેપિયનશીપમાં ભારતની નીશા દહિયાએ રજત ચંદ્રક જીત્યો છે. મહિલાઓની 68 કિલોગ્રામની શ્રેણીમાં તેઓની કારકીર્દીનું આ સૌથી મોટું ચંદ્રક છે. નીશાએ સેમિફાઇનલમાં ચીનની ફેન્ગ ઝોઉને 7-6 થી હરાવ્યા બાદ ફાઇનલમાં જાપાનની અમી ઇશી સામે 10-0 થી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતના અન્ય કુસ્તીબાજ પ્રિયા મલિકે 76 કિલોગ્રામની શ્રેણીમાં કાંસ્ય પદક મેળવ્યો છે. તેઓએ જાપાનની મુઝુકી નાગાશીમાને પરાજ્ય આપ્યો હતો.
