એશિયન કુસ્તી ચેપિયનશીપમાં ભારતની નીશા દહિયાએ રજત ચંદ્રક જીત્યો
Live TV
-
કઝાકસ્તાનના અસ્તાના ખાતે યોજાયેલી એશિયન કુસ્તી ચેપિયનશીપમાં ભારતની નીશા દહિયાએ રજત ચંદ્રક જીત્યો છે. મહિલાઓની 68 કિલોગ્રામની શ્રેણીમાં તેઓની કારકીર્દીનું આ સૌથી મોટું ચંદ્રક છે. નીશાએ સેમિફાઇનલમાં ચીનની ફેન્ગ ઝોઉને 7-6 થી હરાવ્યા બાદ ફાઇનલમાં જાપાનની અમી ઇશી સામે 10-0 થી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતના અન્ય કુસ્તીબાજ પ્રિયા મલિકે 76 કિલોગ્રામની શ્રેણીમાં કાંસ્ય પદક મેળવ્યો છે. તેઓએ જાપાનની મુઝુકી નાગાશીમાને પરાજ્ય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતે આ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધી છ ચંદ્રક પ્રાપ્ત કર્યા છે.
