Skip to main content
Settings Settings for Dark

ભારતીય ક્રિકેટર મિતાલી રાજે તમામ પ્રકારના આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી ઘોષણા

Live TV

X
  • આજે ભારતની આંતર રાષ્ટ્રીય ખ્યાત બેટર મિતાલી રાજે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. મિતાલી રાજે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'જ્યારે હું એક નાની છોકરી હતી, ત્યારે મે બ્લુ જર્સી પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સફર ખૂબ લાંબી હતી જેમાં તમામ પ્રકારની ક્ષણો જોવા મળી હતી. આ 23 વર્ષ મારા જીવનનો શ્રેષ્ઠ સમય હતો. દરેક સફરની જેમ આ સફરનો પણ અંત આવી રહ્યો છે. આજે હું આંતર રાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું'. 

    વર્તમાન સમયમાં મિતાલી રાજ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાંથી એક છે. મિતાલીના નામે વન ડેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. મિતાલીના નામે 7 શતક અને 64 અર્ધ શતક છે. સાથે જ ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી લાંબા સમય સુધી કેપ્ટનશિપ કરવાનો અને કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply