ખેલો ઈન્ડિયા: મહારાષ્ટ્રની કાજોલ સારગરે જીત્યો ગોલ્ડ મેડલ, મણિપુર બીજા સ્થાને અને હરિયાણા ત્રીજા સ્થાને
Live TV
-
9 ગોલ્ડ મેડલ સહિત કુલ 14 મેડલ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર છે.
હરિયાણામાં ખેલો ઈન્ડિયાના ચોથા સંસ્કરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 5 જૂનના રોજ હરિયાણાના પંચકુલામાં મહારાષ્ટ્રની કાજોલ સારગરે વેઈટલિફ્ટીંગમાં 113 કિલોગ્રામ વજન ઉંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કાજોલે પ્રથમ પ્રયાસમાં જ 113 કિલોગ્રામ વજન ઊંચકી લીધું હતું. 17 વર્ષીય કાજોલે 40 કિલોગ્રામ વજનનની કેટેગરીમાં જીત મેળવી છે. તો અરુણાચલ પ્રદેશની સાંધિયા ગુંગલીએ સિલ્વર મેડલ અને રેખા મોની ગોગોઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
કબડ્ડીમાં મહારાષ્ટ્રે આંધ્રપ્રદેશને 48-11 થી હરાવ્યું છે. આંદામાન નિકોબારની સેલેસ્ટિનાએ સાઈક્લિંગમાં અંડર 19 ટીમ સ્પ્રિંટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલની સાથે સાથે 500 મીટરની વ્યક્તિગત ટ્રાયલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.
9 ગોલ્ડ મેડલ સહિત કુલ 14 મેડલ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર, ચાર ગોલ્ડ મેડલ સહિત કુલ પાંચ મેડલ સાથે મણિપુર બીજા સ્થાન પર અને બે ગોલ્ડ મેડલ સહિત કુલ 13 મેડલ સાથે હરિયાણા ત્રીજા સ્થાન પર છે.
