Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે UAEને 78 રનથી હરાવ્યું

Live TV

X
  • મહિલા એશિયા કપમાં ભારતીય ટીમે તેની બીજી T-20 મેચમાં UAE સામે 78 રને વિજય મેળવ્યો છે. યુએઈએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 201 રન નોંધાવ્યા હતા.. 202 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 123 રન નોંધાવી શકી હતી. ભારત તરફથી 29 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 64 રન નોંધાવનાર રીચા ઘોષને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. 

    ભારતીય મહિલા ટીમે એશિયા કપમાં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે રવિવારે યુએઈને 78 રનના માર્જીનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે સેમીફાઈનલ માટે મજબૂત દાવો રજૂ કર્યો છે. ટીમના 2 મેચ બાદ 4 પોઈન્ટ છે. ભારતની આગામી મેચ 23 જુલાઈએ નેપાળ સામે થશે. રંગિરી દાંબુલા સ્ટેડિયમમાં ભારતીય ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષની અડધી સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા 201 રન નોંધાવ્યા હતા. ત્યારપછી દીપ્તિ શર્માની આગેવાનીમાં ભારતીય બોલરોએ યુએઈને 20 ઓવરમાં 123 રન સુધી રોકી દીધું હતું. વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. તેણે 64 રનની અણનમ ઈનિંગ રમી, ત્યારબાદ હરીફ ટીમની કેપ્ટન ઈશા ઓઝાને સ્ટમ્પ કર્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply