BCCIએ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે તિજોરી ખોલી, જય શાહે કરી મોટી જાહેરાત
Live TV
-
BCCIના સેક્રેટરી જય શાહે IOAને 8.5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના સેક્રેટરી જય શાહે પેરિસ ઓલિમ્પિક 2024 અંગે X પર ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું કે, 'મને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે BCCI 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા એથ્લેટ્સને સમર્થન કરશે. અમે અભિયાન માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. અમે સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવીએ છીએ. ભારતને ગૌરવ અપાવો! જય હિન્દ.
આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. આ સિવાય રમતગમત મંત્રાલયે સપોર્ટ સ્ટાફના 140 સભ્યોને પણ મંજૂરી આપી છે, જેમાં સ્પોર્ટ્સ અધિકારીઓ પણ સામેલ છે. સહાયક સ્ટાફના 72 સભ્યોને સરકારી ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.
ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ જૂનમાં ટી-20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ અને સપોર્ટિંગ સ્ટાફને 125 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપ્યા હતા.
