ભારતીય રેસલર બજરંગ પૂનિયા આજે બ્રોન્ઝ મેડલ માટે રમશે
Live TV
-
ટોક્યો ઓલિમ્પિકમાં 65 કિલોગ્રામ ફ્રિ સ્ટાઈલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ માટે ભારતીય રેસલર બજરંગ પૂનિયાનો મુકાબલો આજે થશે. મહત્વનું છે કે સેમિફાઈનલ મેચમાં અઝરબૈજાનનાં હાજી અલીયેવે રેસલર બજરંગ પૂનિયાને 12 - 5થી હરાવ્યો હતો. જેથી ભારતીય રેસલર આજે બ્રોન્ઝ મેડલ માટે રમશે. તે ઉપરાંત પુરુષોની ભાલા ફેંકની ફાઈનલમાં નીરજ ચોપડા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે વિમેન્સ ગોલ્ફમાં ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ચોથા સ્થાને પહોંચી હતી. જેમાં અમેરિકાની ગોસ્ફરે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
