રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરાયું
Live TV
-
કેન્દ્ર સરકારે શુક્રવારે રમત સંબંધિત મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, અનેક લોકોની રજૂઆતને ધ્યાને લઇને હવે ખેલ રત્ન એવોર્ડને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કહેવાશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વિશાળ વર્ગ તરફથી મોટા પ્રમાણમાં વિનંતીઓ આવી રહી હતી કે ખેલ રત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવામાં આવે. જેઓ હોકીના જાદુગર હતાં. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે દેશવાસીઓની આવેલી વિનંતીનું સન્માન કરતા ખેલ રત્ન હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડના નામથીઓળખાશે.
મેજર ધ્યાનચંદના રમત પ્રત્યેના યોગદાનને બિરદાવતા લેવાયો આ નિર્ણય.
