મોરબી ખાતે જિલ્લા કક્ષાની સિનિયર એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરાયું
Live TV
-
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની સિનિયર એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન મોરબીના રવાપર, ધુનડા રોડ પરની ન્યૂ-એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આયોજન કરાયું હતું. જેમાં સિનિયર ભાઈઓ-બહેનો માટે ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., ૮૦૦ મી. અને ૧૫૦૦ મી. દોડ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૩૭ બહેનો અને ૮૫ ભાઈઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ આવનાર ખેલાડી બહેનો તા.૭ ઓગસ્ટના રોજ અને ભાઈઓ તા.૯ ઓગસ્ટના રોજ હિંમતનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે.
