ભારતે અંતિમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રને હરાવી 3-0થી શ્રેણી પોતાના નામે કરી
Live TV
-
ભારતે ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રને હરાવી 3-0થી શ્રેણી પોતાના નામે કરી છે. ગઈકાલે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે 36 ઓવરમાં 225 રન બનાવ્યા હતા. વરસાદને કારણે આગળની ઓવર રમાઈ શકી ન હતી અને DLS સિસ્ટમ મુજબ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 35 ઓવરમાં 257 રનનો લક્ષ્યાંક અપાયો હતો. ભારત તરફથી શુભમ ગીલે 98 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 26 ઓવરમાં 137 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. ભારત તરફથી ચહલે ચાર, શાર્દુલ ઠાકુર અને મોહમદ સિરાજે બે-બે અને અક્ષર પટેલ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક-એક વિકેટ ઝડપી હતી. શુભમ ગીલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરિઝ પુરસ્કાર અપાયો હતો.
