ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ભારતીય ટીમ આજે વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે
Live TV
-
શિખર ધવનના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ આજે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભારત પ્રથમ મેચ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ મેચમાં 309 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે 305 રન બનાવ્યા હતા. જ્યારે પ્રથમ બેટિંગ કરતાં ભારતે નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. જો ભારતની ટીમ વધુ એક મેચ જીતશે તો તે સતત બીજી શ્રેણી જીતશે.
વનડે શ્રેણી બાદ 5 મેચની ટી-ટ્વેન્ટી શ્રેણી રમાશે.
