વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડાએ રજત પદક જીત્યો
Live TV
-
વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય એથલિટ નીરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો છે. અમેરિકાના ઓરેગોનમાં ચાલી રહેલી ભાલાફેંકની ફાઈનલમાં નિરજે રજત પદક જીત્યો છે. ફાઈનલમાં તેમનો સામનો વિશ્વના નંબર વન ખેલાડી એન્ડરસન પિટર્સ સાથે થયો હતો. જેમાં નીરજનો પ્રથમ પ્રયાસ ફાઉલ રહ્યો હતો. બીજા પ્રયાસમાં નીરજે 82.39 મીટર સુધી ભાલો ફેંક્યો હતો. ત્રીજા પ્રયાસમાં 86.37 મીટર અને ચોથા પ્રયાસમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકી બીજા ક્રમે રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય મંત્રીઓએ વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં રજત પદક જીતવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
