ભારતે ઇંગ્લેન્ડને 330 રનનો ટાર્ગેટ આપ્યો
Live TV
-
ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને શિખર ધવને 50 રન કર્યા...
ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને શિખર ધવને ફિફટી મારી
ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતે એકસમયે 25 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ કરિયરની ત્રીજી અને સાતમી ફિફટી ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બંનેએ અનુક્રમે 78 અને 64 રન બનાવ્યા. તે સિવાય ઓપનર શિખર ધવને 32મી ફિફટી મારી 67 રનનું યોગદાન આપ્યું. ઇંગ્લેન્ડ માટે માર્ક વુડે 3, આદિલ રાશિદે 2, જ્યારે લિયમ લિવિંગ્સ્ટોન, રીસ ટોપ્લે, બેન સ્ટોક્સ, સેમ કરન અને મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી છે