ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે આજે વન-ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે શ્રેણી ચાલુ છે. જેમાં પ્રથમ મેચમાં ભારતનો અને બીજી મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. આજે આ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ પુણે ખાતે ખેલાશે.
આ શ્રેણીની પ્રથમ વન-ડે મેચમાં ભારતે 66 રને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જ્યારે બીજી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આજે શ્રેણીની નિર્ણાયક મેચ હોવાથી બન્ને ટિમો દ્વારા જીત માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે અને આ ત્રીજી મેચ જીતીને વન-ડે સિરિઝ પોતાને નામ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મેચનું જીવંત પ્રસારણ બપોરે 1:30 વાગ્યાથી ડીડી સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.