ભારતે ઇતિહાસ રચ્યો, વન ડે ક્રિકેટમાં 317 રનના માર્જીનથી ભારતે નોંધાવી મોટી જીત, ભારતે વન ડે સિરીઝ 3-0થી કરી પોતાને નામ
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરૂવરંતપુરમ ખાતે ત્રીજી વડે રમાઈ હતી. આજની મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નીર્ણય લીધો હતો. ભારતે શ્રીલંકાને જીત માટે 391 નો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે શ્રીલંકા 22 ઓવરમાં ઓલ આઉટ થઈ 73 રન બનાવીને પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. આ સાથે ભારતીય ટીમે 317 રનથી જીત મેળવીને સૌથી વધુ માર્જીનથી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે શ્રેણીની તમામ મેચ જીતી શ્રીલંકાને કારમો પરાજય આપ્યો છે.
ટીમ ઈન્ડિયાએ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ભારતે આ મામલે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કિવી ટીમે 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું.
