ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી, T20 મેચની સિરીઝ 2-1થી જીતી લીધી
Live TV
-
હૈદરાબાદમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું.
હૈદરાબાદમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ સાથે જ ભારતે 3 ટી-20 મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા હતા. અને વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 કર્યા હતા. ત્રીજી T20 મેચમાં પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યો હતો. તેણે શાનદાર 36 બોલમાં 69 રન ફટકાર્યા હતા. તો પ્લેયર ઓફ ધ સિરીઝ આખી સિરીઝમાં ધારદાર બોલિંગ કરનાર અક્ષર પટેલને બનાવવામાં આવ્યો હતો. અક્ષર પટેલે 3 મેચમાં કુલ 8 વિકેટ ઝડપી હતી.
