ભારતે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય કર્યો..
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી રહી છે જ્યાં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે છે. ભારતે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે અત્યાર સુધી ભારતનો સ્કોર 13 ઓવરના અંતે 104 રન થયા.
આ મેચમાં ટીમ ઈન્ડિયાના તોફાની બેટ્સમેન ઋષભ પંતે ફરી નિરાશ કર્યા. પંતે આ મેચમાં માત્ર બે બોલ રમ્યા હતા પરંતુ ખાતું પણ ખોલી શક્યા નહોતા. તેના ગયા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઝડપી શરૂઆત કરી. વિરાટ કોહલીએ પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને ટીમનું મનોબળ વધાર્યું હતું, પરંતુ પછીની ઓવરમાં ટીમ ઈન્ડિયા બેકફૂટ પર ચાલી ગઈ હતી.
ICC T20 વર્લ્ડ કપ-2024માં ટીમ મેનેજમેન્ટે રિષભ પંતને નવી જવાબદારી સોંપી હતી. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ તેને વિરાટ કોહલીની જગ્યાએ નંબર 3 પર રમવાનો નિર્ણય કર્યો હતો. પંતે શરૂઆતની મેચોમાં સારો દેખાવ કર્યો હતો પરંતુ ડાબોડી બેટ્સમેન બે મોટી મેચોમાં નિષ્ફળ રહ્યો હતો
