ભારતે દ. કોરિયામાં ૧પમી એશિયાઇ એરગન ચેમ્પીયનશીપમાં રપ સુવર્ણ ચંદ્રક સાથે અભિયાન પુર્ણ કર્યુ
Live TV
-
શુટીંગમાં પોતાનો દબદબો જાળવી રાખતા ભારતે દક્ષિણ કોરિયામાં ૧પમી એશિયાઇ એરગન ચેમ્પીયનશીપમાં રપ સુવર્ણ ચંદ્રક સાથે અભિયાન પુર્ણ કર્યુ છે. આ સ્પર્ધાના ગઇકાલે છેલ્લા દિવસે ભારતે બે સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. મનુ ભાકર અને સમ્રાટ રાણાની ભારતીય જોડીએ ૧૦ મીટર જુનીયર એરપ્રિસ્ટલ મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં વિજય મેળવ્યો હતો.
ભારતીય જોડીએ ઉઝબેકિસ્તાનને ૧૭-૩ થી હરાવી જીત મેળવી હતી. સીનીયર વિભાગની ઇવેન્ટમાં ભારતીય જોડી રીધમ સંગવાન અને વિજયવીર સિધ્ધુએ પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે એર પીસ્ટલ મીસ્કટીમની ફાયનલમાં કઝાખસ્તાનની જોડીને ૧૭-૩ થી હરાવી.
ભારતે આ સ્પર્ધામાં ર૮ માંથી રપ ઇવેન્ટમાં જીત મેળવી પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
