ભારતે ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું; ત્રીજીવાર કિવીઝની ક્લિન સ્વિપ કર્યું
Live TV
-
ટીમ ઈન્ડિયાએ ઈન્દોર વનડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે.આ મેચમાં ન્યૂઝીલેન્ડને 386 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કિવી ટીમ 41.2 ઓવરમાં માત્ર 295 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ માટે ડ્વેન કોનવેએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. ડ્વેન કોનવેએ 100 બોલમાં 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ હવે વન-ડે રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ પહેલાથી જ ટી-20 રેન્કિંગમાં નંબર-1 પર હતી. ટીમ ઈન્ડિયાનો હવે વન ડે રેન્કિંગમાં દબદબો જોવા મળી રહ્યો છે..ભારતીય ટીમને 114 રેટિંગ પોઈન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડને 111 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા 112 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે. આ સાથે જ ઈંગ્લેન્ડ 113 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.
