ભારતે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં 4 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલી-પંડયા અને અર્શદીપનો જલવો
Live TV
-
દિવાળીના આગલા દિવસે ભારતે વિરાટ કોહલીની 'વિરાટ' ઇનિંગના કારણે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટે 53 બોલમાં 82 રનની 'ગ્રેટેસ્ટ ઇનિંગ' રમી છે. અગાઉ ભારતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આવી પ્રેશર પરિસ્થિતિમાં હાર્દિક અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શતકીય પાર્ટનરશિપ બની હતી. હાર્દિકે 37 બોલમાં 40 રન કર્યા હતા. જીત માટે પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતના ધુરધરોએ છેલ્લી ઓવરના છેલ્લા બોલે લક્ષ્યાંક પાર પાડી દીધો હતો. જે બાદ ભવ્ય જીતની ખેલાડીઓ ભવ્ય ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદી સહિત મોટાભાગના રાજનેતાઓએ ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છા પાઠવી હતી.
સુપર-12માં દરેક ટીમને 5 મેચ રમવાની છે. મેચ જીતનાર ટીમને 2 પોઇન્ટ્સ મળશે. હારનારને કોઈ જ પોઇન્ટ્સ મળશે નહિ. સુપર-12 મેચમાં કોઈ રિઝર્વ ડે નથી. ત્યારે વરસાદના કારણે મેચ ધોવાઈ જશે, તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે. આ મેચમાં 2 પોઇન્ટ મેળવનાર ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સૌથી વધુ રહેશે. તેવામાં અન્ય મેચ કરો યા મરો સમાન રહેશે. અને તે બધી જ મેચને જીત્યા પછી પણ સેમિફાઈનલમાં પહોંચવાની ગેરેંટી નહિ રહે. ગત વર્લ્ડ કપમાં પણ આપણે જોયું હતું કે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-12માં 5માંથી 4 મેચ જીત્યા પછી પણ સેમિફાઈનલમાં પહોંચી શકી નહોતી.
ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની ટીમ છે. આ 6 ટીમમાંથી માત્ર 2 ટીમને જ અંતિમ-4માં પ્રવેશ મળશે. ભારતે પાકિસ્તાન સામે રસાકસી ભરેલી પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કરી T20 વર્લ્ડ કપમાં જીતનો ડંકો વગાડી 2 પોઈન્ટ કબજે કરી લીધા છે.
