ભારતીય નિશાનેબાજ સ્વપ્નીલ કુસાલે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો
Live TV
-
ભારતીય નિશાનેબાજ સ્વપ્નીલ કુસાલે વર્ષ 2024ની પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો છે. સ્વપ્નીલ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર ભારતનો ત્રીજો ખેલાડી છે. ગઈકાલે ઇજિપ્તના કૈરોમાં ISSF વિશ્વ સ્પર્ધામાં તે પુરુષોની 50 મીટરરાઇફલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યો હતો. રિધમ સાંગવાન મહિલાઓની 25 મીટર પિસ્તોલસ્પર્ધામાં ઓલિમ્પિક ક્વોટામાં ખૂબ જ ઓછા અંતરથી ચૂકી ગઈ હતી. દરમિયાન ગઈકાલે ભારતને વધુ 2 ચંદ્રક મળ્યા હતા. અગાઉ ભારતના રુદ્રાક્ષ પાટીલ અને ભાવની શમેંદિરત્તા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે.
