Skip to main content
Settings Settings for Dark

T- 20 વર્લ્ડ કપ 2022 આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે High Voltage મેચ

Live TV

X
  • T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે, પરંતુ સુપર-12 મેચ ગઈકાલથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે ભારત પોતાના અભિયાનનો આરંભ આજે મેલબોર્નમાં બપોરે 1.30 વાગ્યે પાકિસ્તાન સામે રમીને કરશે. કટ્ટર હરિફ સામે રમીશું, એટલે જ આ મેચને ફાઈનલ કરતા પણ વધુ મહત્ત્વ આપવામાં આવે છે.

    કોને કેટલા પોઈન્ટસ મળશે
    સુપર-12માં દરેક ટીમને 5 મેચ રમવાની છે. મેચ જીતનાર ટીમને 2 પોઇન્ટ્સ મળશે. હારનારને કોઈ જ પોઇન્ટ્સ મળશે નહિ. સુપર-12 મેચમાં કોઈ રિઝર્વ ડે નથી. ત્યારે વરસાદના કારણે મેચ ધોવાઈ જશે, તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે.

    આ મેચમાં 2 પોઇન્ટ મેળવનાર ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સૌથી વધુ રહેશે. તેવામાં અન્ય મેચ કરો યા મરો સમાન રહેશે. અને તે બધી જ મેચને જીત્યા પછી પણ સેમિફાઈનલમાં પહોંચવાની ગેરેંટી નહિ રહે. ગત વર્લ્ડ કપમાં પણ આપણે જોયું હતું કે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-12માં 5માંથી 4 મેચ જીત્યા પછી પણ સેમિફાઈનલમાં પહોંચી શકી નહોતી.

    ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની ટીમ છે. આ 6 ટીમમાંથી માત્ર 2 ટીમને જ અંતિમ-4માં પ્રવેશ મળશે. એટલે તો ભારતીય અને પાકિસ્તાનની ટીમમાંથી કોઈ એમ નહિ ઇચ્છે કે મેચ રદ્દ થાય!. બન્ને ટીમ મેચ જીતીને 2 પોઇન્ટ્સ મેળવીને T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રારંભ કરવા માગે છે.

    વરસાદ પડવાની શક્યતા
    T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ત્યારે બન્ને દેશના ક્રિકેટ ચાહકોની આતુરતા ઉપર વરસાદી પાણી ફરી જાય તેવી આશંકા સેવાઈ રહી છે. અત્યારે ત્યાં ખૂબ જ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અને હવામાન વિભાગે મીની ફ્લડ એલર્ટ આપ્યું છે. આ જ કારણે ટીમ ઈન્ડિયાએ પણ ઈન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. તો જાણો જો મેચમાં વરસાદના કારણે ધોવાઈ જશે, તો સેમિફાઈનલનું ગણીત શું હશે!

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply