Skip to main content
Settings Settings for Dark

ભારતે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા

Live TV

X
  • ભારતે ચાર ગોલ્ડ મેડલ જીતીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ટોક્યો ઓલિમ્પિક બોક્સિંગ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેને ગઈકાલે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કરને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં લોવલીનાનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.

    અગાઉ, બોક્સર નિખાત ઝરીને 50 કિગ્રા લાઇટ ફ્લાય વેઇટ કેટેગરીમાં વિયેતનામના ન્ગુયેન થી ટેમને હરાવીને સ્પર્ધામાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો હતો. 26 વર્ષની નિખાત ઝરીને સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. નિખાત મેરી કોમ પછી એકથી વધુ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા બોક્સર બની છે.જ્યારે ભારતીય બોક્સર નીતુ ઘાંઘાસ અને સ્વીટી બૂરાએ આ સ્પર્ધામાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply