Skip to main content
Settings Settings for Dark

ભારતીય ફૂટબોલ ટીમે જીત્યો ટ્રાઈ નેશન ફૂટબોલ ટૂર્નામેન્ટનો ખિતાબ

Live TV

X
  • ભારતે કિર્ગિજસ્તાન ગણરાજ્યને 2-0થી હરાવ્યું.

    ભારતીય ફુટબોલ ટીમે 3 દેશોની ત્રિ સિરીઝ નેશનલ ઈન્ટરનેશનલ ફૂટબોલની ટુર્નામેન્ટમાં જીત મેળવી છે. ભારતે કિર્ગિજસ્તાન ગણરાજ્યને 2-0થી હરાવીને ટુર્નામેન્ટ પોતાના નામે કરી છે. સુનિલ છેત્રીની અધ્યક્ષતાની ભારતીય ટીમે મેચથી શરુઆતથી જ પકડ બનાવી લીધી હતી. ભારત અને કિર્ગિસ ગણરાજય વચ્ચે આ મેચ ઈન્ફાલમાં રમાઈ હતી. 30 હજારની ક્ષમતાવાળા સ્ટેડિમમાં મેચની શરુઆતથી જ દર્શકોએ ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. જિંગને મેચની 34મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. પ્રથમ હાફ સુધી ભારતીય ટીમ 1-0થી આગળ રહી. મેચના બીજા હાફની 84મી મિનિટે ભારતને પેનલ્ટી મળી. જેમાં ગોલ કરી કેપ્ટન સુનિલ છેત્રીએ ભારતની જીત પાક્કી કરી દીધી. સુનિલ છેત્રીના આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આ 85મો ગોલ હતો. ઘરેલુ મેદાનમાં ભારતની સતત આ પાંચમી જીત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply