ભારતે વેસ્ટ ઇન્ડિઝને 44 રનથી હરાવ્યું ,ભારતની વનડે સિરિઝમાં બે-શૂન્ય થી સરસાઈ
Live TV
-
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરિઝની બીજી વનડે માં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 44 રનથી હરાવ્યુ છે. અમદાવાદમાં રમાયેલ આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 237 રન કર્યા હતા. મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમને પહેલો વિકેટ કેપ્ટન રોહિત શર્માની પડી હતી. તો વિરાટ કોહલી અને રિષભ પંત 18-18 રન કરી આઉટ થયા હતા. આ બાદ કેએલ રાહુલ અને સુર્યકુમાર યાદવ વચ્ચે 90 રનની ભાગીદારી થઇ હતી. રાહુલ 49 રને આઉટ થયા હતા. તો સુર્યકુમાર યાદવ 64 રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 193 રન કરી ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફ્થી બોલર પ્રસિદ્ધ ક્રિશ્નાએ 4 વિકેટ ઝડપી હતી
