Skip to main content
Settings Settings for Dark

આજે ઇડન ગાર્ડનમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ T20

Live TV

X
  • આજે ઇડન ગાર્ડનમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ T20 મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. વેસ્ટઇન્ડિઝ વિરૂધ્ધ વન ડે મેચ શૃંખલામાં સફળતાપૂર્વક ભારતીય ટીમનું નેતૃત્વ કરનારા રોહિત શર્મા ટી-20 શ્રેણીમાં પણ કેપ્ટન રહેશે. જ્યારે ડેરેન પોલાર્ડ વેસ્ટઇન્ડિઝ ટીમના કેપ્ટન છે. ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંત ઉપકપ્તાન છે.

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 17 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. ભારતે 10માં જીત મેળવી છે જ્યારે વિન્ડીઝની ટીમે 6 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 10 T20 મેચોની વાત કરીએ તો ભારતીય ટીમે 8માં જીત મેળવી છે. એટલે કે ટીમે 80 ટકા મેચો જીતી છે. ભારતમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 7 ટી-20  મેચ રમાઈ છે. ભારતે 5 મેચ જીતી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 2 મેચ જીતી છે.

    વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ:
    રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, વેંકટેશ અય્યર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, ઋુતુરાજ ગાયકવાડ અને દીપક હુડ્ડા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply