ભારત-વેસ્ટ ઇન્ડિઝ બીજી ટી-20: ભારતે આપ્યો 187 રનનો લક્ષ્યાંક
Live TV
-
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની આજે બીજી મેચ રમાઈ રહી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની મેચમાં ભારતે આપ્યો 187 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ઈન્ડિયન ટીમે અત્યાર સુધી સતત 7 મેચ જીતી લીધી છે. તેવામાં જો આજે ભારત આ T20 મેચ જીતી જશે તો સતત 8 મેચની સ્ટ્રીક સાથે પાકિસ્તાનની બરાબરી કરી લેશે. T20 મેચમાં અત્યારે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિનિંગ સ્ટ્રીકનો રેકોર્ડ અફઘાનિસ્તાન (12)ને નામે છે. તેના સિવાય એસોસિએટ ટીમ રોમાનિયાએ પણ સતત 12 મેચ જીતી છે.
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ત્રણ ટી-20 સિરીઝ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે 2017માં ભારતમાં T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 1-0થી હરાવ્યું હતું. ત્યાર પછી વેસ્ટ ઈન્ડિઝ ક્યારેય ભારત સામે T20 સિરીઝ જીતી શકી નથી. ભારતીય ટીમે સતત 3 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે અને વર્તમાન સિરીઝ માટે પણ રોહિત એન્ડ કંપનીને જીત માટે ફેવરિટ માનવામાં આવી રહ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝે આ પ્રવાસમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તમામમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. વનડે સિરીઝમાં પણ ટીમ સંપૂર્ણપણે વેરવિખેર દેખાતી હતી. જો વેસ્ટ ઈન્ડિઝે સિરીઝમાં કમબેક કરવું હોય તો બીજી મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે.
