Skip to main content
Settings Settings for Dark

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની આજથી શરૂઆત

Live TV

X
  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ગુરુવારે 11 જાન્યુઆરીએ T-20 સિરીઝની પ્રથમ મેચ રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારત અને અફઘાનિસ્તાન શરૂઆત કરશે. 
    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20 મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. આ પછી બંને ટીમ ઈન્દોર જશે, જ્યાં બીજી T20 રમાશે. શ્રેણીની અંતિમ અને ત્રીજી T20 બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચો સાંજે 7 વાગ્યાથી રમાશે.

    રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યા છે. આ બંને ખેલાડીઓ પાસે T20 ફોર્મેટમાં પોતાને સાબિત કરવાની સારી તક છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્ષ 2024માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે. ભારતીય ચાહકો પણ આ બંને ખેલાડીઓને T20 વર્લ્ડ કપમાં રમતા જોવા માંગે છે. જો કે વિરાટ કોહલી પ્રથમ મેચમાં નહીં રમે, પરંતુ રોહિત અને યશસ્વી જયસ્વાલ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરશે. 

    મોહાલીના આ મેદાન પર ભારતીય ટીમના T-20 રેકોર્ડમાં ભારતે IS બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 4 T-20 મેચ રમી છે. જેમાં ભારતીય ટીમે ત્રણમાં જીત મેળવી છે. પરંતુ ભારતીય ટીમને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, વર્ષ 2022 દરમિયાન, મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની T-20 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply