Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો

Live TV

X
  • માન્ચેસ્ટરમાં જાડેજા-સુંદરની ઐતિહાસિક ઇનિંગ્સે ઇંગ્લેન્ડને હંફાવ્યું અને બંનેએ અંત સુધી લડત આપી સેન્ચુરી ફટકારી હતી. બંનેએ માન્ચેસ્ટર ટેસ્ટને હારમાંથી ડ્રોમાં ફેરવી દીધી.

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે મેચના પાંચમા દિવસે, ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 425 રન કર્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગમાં 358 રન કર્યા હતા જ્યારે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 669 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.  ભારતે બે વિકેટે 174 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.  જેમાં કેપ્ટન શુભમન ગિલે 103 રન અને કે.એલ.રાહુલે 90 રનનું યોગદાન આપ્યું હતું. મેચમાં 5 વિકેટ અને શાનદાર 141 રન કરનારા ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. 

    ભારતીય ટીમ જ્યારે હારની નજીક હતી, ત્યારે કે.એલ.રાહુલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગટન સુંદરની શાનદાર ઈનિંગ્સે મેચને ડ્રો સુધી પહોંચાડી દીધી હતી. અંતે ઇંગ્લેન્ડ અને ભારતના પ્લેયર્સની નક્કી કરેલા સમય પહેલા મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.

    જાડેજા અને સુંદરે શાનદાર સદી ફટકારી

    શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરી. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને ઋષભ પંતની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 358 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 10 વિકેટે 669 રન બનાવ્યા અને 311 રનની લીડ મેળવી હતી. આ પછી ભારતે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટે 425 રન બનાવ્યા અને મેચનો ડ્રો થઈ. પાંચ મેચની આ સીરિઝમાં ઇંગ્લેન્ડ હજુ પણ 2-1થી આગળ છે. આ સીરિઝની છેલ્લી મેચ 31 ઓગસ્ટે ઓવલમાં રમાશે.

    ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગ શરૂ થતાં જ જયસ્વાલ અને સુદર્શન ડક સાથે આઉટ થયા ગયા હતા. ત્યારબાદ મેચના અંતિમ દિવસે કે.એલ.રાહુલે 90 રન, શુભમન ગિલે 103 રન, વોશિંગ્ટન સિંદરે અણનમ 101 રન અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 107 રન નોંધાવ્યા હતા. રાહુલ અને ગિલ વચ્ચે 188 રનની ભાગીદારી થઇ હતી, જ્યારે ગિલ અને સુંદર વચ્ચે 34 રનની ભાગીદારી અને સુંદર-જાડેજા વચ્ચે 203 રનની ભાગીદારી થઇ. ભારતની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે બે વિકેટ અને જોફ્રા આર્ચર-બેન સ્ટોકે એક-એક વિકેટ ખેરવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply