ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વડોદરામાં રમશે સિરિઝ
Live TV
-
12, 15 અને 18 માર્ચેના રોજ રમાનારી વન ડે સિરીઝમાં બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વિવિધ 15 કમિટીની કરી રચના.
12 માર્ચથી વડોદરામાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચોની વન ડે ઇન્ટરનેશનલ સિરીઝનો પ્રારંભ થશે. ત્રણ મેચોની વન ડે સિરીઝની પ્રથમ મેચ 12 માર્ચે વડોદરામાં રમાશે. ભારત ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણેય વન ડે ઇન્ટરનેશનલ વડોદરાનાં રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાશે. 8 વર્ષનાં લાંબા ગાળા બાદ વડોદરાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. જેમાં 12, 15 અને 18 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલીયાની મહિલા ટીમો વચ્ચે રમાનાર ક્રિકેટ મેચનાં સફળ આયોજન માટે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વિવિધ 15 કમિટીની રચના કરવામાં આવી છે.
વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કરેલા ઉત્કૃષ્ઠ પ્રદર્શનનાં પગલે મહિલા ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. ત્યારે વડોદરામાં પણ મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન મળે તે માટે 12મીએ પ્રથમ વન ડે મેચ દરમ્યાન એક વિશ્વ કીર્તિમાન સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 હજાર જેટલી મહિલાઓ માનવ સાંકળ રચી મહિલા સશક્તિકરણ, સ્તન કેન્સર તેમજ બેટી બચાવો જેવાં સામાજિક સંદેશા પ્રસરાવવાની સાથે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.