ટી-20 ત્રિકોણીય શ્રેણી: ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
Live TV
-
ભારતે નિદહાસમાં રમાઇ રહેલી ટી-20 ત્રિકોણીય શ્રેણી બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યુ હતું. વિજય શંકર બન્યો મેન ઓફ ધ મેચ.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન પહેલા બેટિંગ બાંગ્લાદેશે કરી હતી. જેમાં તેણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રન કર્યા હતા. જયારે વળતા જવાબમાં ભારતની ટીમે બેટિંગ દરમિયાન 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 140 રન કરી વિજય મેળવ્યો હતો. શ્રીલંકામાં રમાઇ રહેલી ટી-20 શ્રેણીમાં ભારતની ટીમે આ પહેલી મેચ જીતી ખાતુ ખોલાવ્યું હતું.
ભારતીય ટીમ તરફથી શિખર ધવન 55 રન બનાવ્યા હતા. તેમજ વિજય શંકરે 4 ઓવરમાં 8ના ઇકોનોમી રેટથી 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વિજય શંકરે મુશ્ફિકુર રહીમ અને કેપ્ટન મહમદુલ્લાહને આઉટ કર્યા હતા અને વિજય શંકરની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. ભારતીય ઓલ રાઉન્ડર ખેલાડી વિજય શંકરને પોતાના પ્રદર્શનને કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.